સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 29 January 2015

પોરબંદરના પનોતાપુત્ર રાષ્ટ્રપિતાનો આજે નિર્વાણ દિન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પોરબંદરના પનોતાપુત્ર રાષ્ટ્રપિતાનો આજે નિર્વાણ દિન

ગોડસેએ બંદૂકની ગોળી મારી ત્યારે

માત્ર વ્યક્તિનો નહીં એક યુગનો કરૃણ અંત આવ્યા

ગાંધીજીના જનમસ્થળે પૂ. બાપુની અંતિમ સમયની તસ્વીરો નિહાળીને આજે પણ પ્રવાસીઓની આંખો થઇ જાય છ ભીની
પોરબંદર, તા. ૨૯
૩૦ જાન્યુઆરરી એટલે ગાંધી નિર્વાણ દિન. આજથી ૬૮ વર્ષ પહેલા જ્યારે પોરબંદરના પનોતા પુત્ર મોહનદાસ કરમચંદ ગાંધીને નથુરામ ગોડસેએ બંદૂકની ગોળી મારી ત્યારે માત્ર વ્યક્તિનો નહીં પરંતુ એક યુગનો કરૃણ અંત આવ્યો હતો. ત્યારે આજે એ બનાવના ૬૮ વર્ષ પછી પણ પૂ. બાપુની અંતિમ સમયની તસ્વીરો નિહાળીને પોરબંદરના કિર્તિમંદિરમાં આવતા પ્રવાસીઓની આંખોમાંથી આંસુનો દરિયો છલકાતો જોવા મળે  છે.
પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરમાં દરરોજ અંદાજે ૩ હજારથી વધુ લોકો મુલાકાત લે છે અને ગાંધીજીની વિચારધારા આજે પણ અકબંધ રીતે જોવા મળએ છે. તેની અનુભૂતિ કરે છે. સત્ય અને અહિંસાનાં તેમના સિધ્ધાંતો સિવાય રાષ્ટ્રનો ઉદ્ધાર નથી તેની પણ સમજ કેળવે છે. ત્યારે આ સંકુલની મુલાકીત લેતા પ્રવાસીઓ જ્યારે ઉપરના ભાગે આવેલી ફોટો ગેલેરીમાં જાય છે ત્યારે ગાંધીજીની બાળપણથી માંડીને વૃધ્ધાવસ્થા સુધીની તસ્વીરોને નિહાળે છે. તેમાં ગાંધીજીના અંત સમયની તસ્વીરો પણ રાખેલી છે. ગાંધીજીનો મૃતદેહ તથા શોકમગ્ન અવસ્થામાં તેના અનુયાયીઓ તસ્વીરો જોઇને કોઇની પણ આંખોમાંથી અશ્રુઓનો દરિયો વહેતો જાય છે.
આજે પણ એ દિવસો ભૂલી શકાય તેમ નથી કે જ્યારે બાપુ રાતનું ભોજન દિવસે કરીને બરાબર પાંચ વાગ્યે પ્રાર્થનાસભામાં પહોંચી જતા. લોકો આગળથી પ્રાર્થના માટે ભેગા મળી તેમના આવવાની રાહ જોયા કરતા. બાપુ તેમની વચ્ચેથી પસાર થતા ત્યારે કોઇ તેમને ઝૂકીને પ્રણામ કરતું તો કોઇ તેમને પગે પડતું. બાપુ પ્રાર્થના સ્થાને એક નીચી પાટ ઉપર બેસી જતા. કુરાન અને ગીતાનો પાઠ કરનારા તેમની સાથે જ બેસતા. ભજન ગાનારા પણ ત્યાંજ બેસતા. પ્રાર્થનાની શરૃઆતમાંજ કુરાનમાંથી કેટલીક આયોતો વાંચવામાં આવતી પછી ગીતાનો પાઠ થતો અને ત્યારબાદ ભજન ગાવામાં આળતા. પ્રાર્થના પછી બાપુ લોકોને કંઇક ઉપદેશ આપતા અને પ્રાર્થનાસભામાં તેઓ એવું કહેતા કે હિન્દુ, મુસલમાન તેમજ શીખોની એકતા માટે તેઓ મરી ફીટશે. બાપુ એમ કહેતા કે બધા જધર્મો સાચા છે તેમજ બધા જ ધર્મોના પુસ્તકો સચ્ચાઇનો રસ્તો બતાવે છે. તેઓ એમ પણ કહેતા કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ પણ છું અને ખ્રિસ્તી પણ છું. આ બધા ધર્મો મારા છે. કારણ કે ધર્મોનું મુળ સત્ય અને નેકીમાં રહેલું છે. આપણે સૌ હિન્દુ, મસલમાન, શીખ કે ખ્રિસ્તી છીએ તેવું ક્યારેય વિચારતા નહીં. આપણે સૌ હિન્દુસ્તાની છીએ તેવું યાદ રાખો.
પરંતુ એજ બાપુને અચાનક પ્રાર્થનાસભા વખતે ટોળામાંથી આવેલા નથુરામ ગોડસેએ પ્રણામ કરવાના બહાને ગોળીઓ મારી તેમને હણી લીધા ત્યારે માત્ર ગાંધીજીનું જઅળસાન થયું ન હતું. પરંતુ એક આખા યુગનો અંત આવ્યો હતો. ત્યારે ગાંધીબાપુની દિલ્હીના રાજઘાટ ખાતેની સમાધી ખાતે આજે પણ લોકો અશ્રુઓ વહાવતા પહોંચે છે. એજ રીતે તેમના જન્મસ્થાન કીર્તિમંદિરમાં પણ બાપુની અંતિમ સમયની તસ્વીરો જોઇને સજળ નયને તેમને અંજલી અર્પે છે.

સ્વચ્છતા સંદેશ, સુવાક્યો અને ચિત્ર સાથેનાં
એક હજાર પોસ્ટકાર્ડ લખી વિદ્યાર્થીઓ આપશે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ
જૂનાગઢ સહિત સોરઠમાં આજે ગાંધી નિર્વાણ દિવસ નિમીત્તે શાળા-કોલેજોમાં યોજાશે ચિત્ર સ્પર્ધા

જૂનાગઢ, તા. ૨૯
જૂનાગઢ સહિત સોરઠમાં આવતીકાલે ૩૦મી જાન્યુ.ના ગાંધીજીના નિર્વાણ દિવસ મનાવવામાં આવશે. આ દિવસે શાળા કોલેજમાં ચિત્ર સ્પર્ધા યોજાશે. જ્યારે ટીંબાવાડીમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છતા સંદેશ, સુવાક્યો અને ચિત્ર સાથેના એક હજાર પોસ્ટકાર્ડ લખી અધિકારીઓ, હોદ્દેદારો તથા રાજ્ય તથા રાષ્ટ્રના પ્રધાનોને મોકલી ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપશે.
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે ૩૦મી જાન્યુ.ના ગાંધી નિર્વાણ દિવસ નિમીત્તે શાળા-કોલેજોમાં ચિત્ર સ્પર્ધા તથા સફાઇ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લા ગ્રંથાલય ખાતે ગાંધીજીની અલભ્ય તસવીર તથા પુસ્તકોનું પ્રદર્શન યોજાશે. જ્યારે મહાપાલીકા દ્વારા તા.૩૦ના સવારે ૧૦ વાગ્યે ગાંધી ચોકમાં મેયર દ્વારા ગાંધીજીની પ્રતિમાનું પૂજન કરી સુતરની આંટી પહેરાવાશે.
જ્યારે ટીંબાવાડી વિસ્તારમાં આવેલા કૃષ્ણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારતના સંદેશ સુવાક્યો તેમજ ચિત્રો સાથે એખ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવશે. અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. આ અંગે શાળાના ટ્રસ્ટી હરદાસભાઇ વાઢેરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા એક હજાર પોસ્ટકાર્ડ અધિકારીઓ, હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ તથા રાજ્ય અને રાષ્ટ્રના પ્રધાનોને મોકલવામાં આવશે.

શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા
આજે સવારે ૧૧ વાગ્યે બે મિનીટ પળાશે મૌન

રાજકોટ, ગુરૃવાર
દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનાં પ્રાણ ન્યોચ્છા પર કરનાર શહીદોની સ્મૃતિમાં તા. ૩૦મીએ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧ વાગ્યે બે મિનીટનું મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. ૧૧નાં ટકોરે રસ્તા ઉપર વાહન વ્યવહાર પણ થંભી જશે. ટ્રેનો - વિમાનોને પણ અટકાવી દેવાશે.
રસ્તા પર થંભી થશે વાહન - વ્યવહાર, ટ્રેનો - વિમાનોને પણ અટકાવી દેવાશે
રાજકોટ કલેકટર દ્વારા જણાવાયું છે કે, સવારે ૧૦.૫૯ કલાકે જુદા જુદા સ્થળોએ આવેલી મિલો તથા ફાયર બ્રિગેડ પણ એક મિનીટ માટે સાઇરન વગાડશે.
સાઇરન બંધ થાય કે તુરંત જ જયાં કામ થતું હોય તેવા સ્થળોએ પોતપોતાની જગ્યાએ ઉભા રહી શકય હોય તો ભેગા મળી મૌન પાળશો. જયાં શકય હોય ત્યાં વર્કશોપ અને કારખાના બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનીટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તા પરનો વાહન વ્યવહાર થંભી જાય. ૧૧.૦૦ વાગે ઉપડવાની ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનીટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પુરો થયો છે, તેમ બતાવવા બરાબર ૧૧.૦૨ કલાકથી ૧૧.૦૩ કલાક સુધી ફરીથી સાઇરન વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ શરૃ કરવું.
જે સ્થળોએ સાઇરન કે અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા ન ઉપલબ્ધ હોય ત્યાં ૧૧ કલાકે બે મિનીટ માટે મૌન પાળવાનું રહેશે. આ અંગેનો અમલ કેન્દ્ર તથા રાજય સરકારની તમામ કચેરીઓમાં કરવા જણાવાયું છે.
ગાંધીજીના અસ્થિનું વિસર્જન આજી નદીમાં પણ કરવામાં આવ્યું હતું
રાજકોટ, ગુરૃવાર
મરીઝનો શૈર છે કે બન્યા'તા શ્વાસ જેનામાંથી એ આંધી નહીં આવે, હજારો માંત્માઓ આવશે ગાંધી નહીં આવે. આવતીકાલે ગાંધી નિર્વાણ દિન છે ત્યારે એક કૂતુહલ થાય છે કે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ રાજકોટમાં શું થયું હતું? શું પરિસ્થિતિ હતી? આ વિશે અનેક વાતો જાણવા મળી છે. જુદી-જુદી જગ્યાઓની જેમ રાજકોટની આજી નદીમાં પણ ગાંધીજીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શાળાથી રામનાથપરા સુધી મૌન રેલી નીકળી હતી અને શોકસભા યોજાઈ હતી
 એ સમયે રેડીયો સૌથી શક્તિશાળી માધ્યમ હતું અને તેના મારફતે જ રાજકોટ વાસીઓને જાણ થઈ હતી કે નાથુરામ ગોડસેએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા કરી છે. આ સાંભળીને આખુ શહેર સ્તબ્ધ થઈ ગયું હતું. આ માઠા સમાચારની ખરાઈ કરવા સૌરાષ્ટ્ર ભરમાંથી ફોનની ઘંટડીઓ રણકવા માંડી હતી. બે દિવસ સુધી આખુ રાજકોટ બંધ રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય શાળાથી રામનાથપરા સ્મશાન સુધી મૌન રેલી યોજી હતી. ત્યાં શોકસભા યોજાઈ હતી. છઠ્ઠી ફેબુ્રઆરીએ ગાંધીજીના થોડાક અસ્થિ રાજકોટ લવાયા હતાં. તે રાષ્ટ્રીય શાળામાં રાખવામાં આવ્યા હતાં.
અસ્થિ દર્શન માટે અઠવાડીયા સુધી હજારો લોકોએ ધસારો કર્યો હતો. ૧૨મી ફેબુ્રઆરીએ શહેરની આજી નદીમાં એ અસ્થી પધરાવવામાં આવ્યા હતાં. આ રીતે ગાંધીજી મૃત્યુ બાદ પણ રાજકોટનો અંશ બની રહ્યાં.

૧૯૨૧માં ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળાની કલ આજ ઔર કલ

અત્યારે રાષ્ટ્રીય શાળામાં કાળા તલના તેલની ઘાણી, સમૃધ્ધ સંગીત શાળા, ગુંગળાતો ખાદી ઉદ્યોગ અને વલખા મારતી પ્રાથમિક શાળા

એરકન્ડીશન્ડ બાલ મંદિર શરૃ કરાશે ઃ નવી ડીઝાઈનના ખાદી કપડાં બનાવાશે
એક સમયે રાષ્ટ્રીય શાળામાં પટોડા બનાતા, બેકરી હતી, દીવાસળીનું કારખાનું હતું ઃ બાલ મંદિરના બાળકોને બળદ ગાડામાં બેસાડીને સ્કૂલે લેવવામાં આવતા
રાજકોટ, ગુરૃવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ માતૃભાષામાં શિક્ષણ, ખાદી, ગૃહ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ વગેરે વિચારોને ઉત્તેજન આપવા માટે ૧૯૨૧માં રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. ૯૪ વર્ષનું અંતર કાપીને ૨૦૧૫ - સુધી પહોંચેલી રાષ્ટ્રીય શાળામાં કેટલીક પ્રવૃત્તિઓ સમય સાથે ચાલી ન શકતા બંધ થઈ ગઈ. કેટલીક વખત સાથે ચાલે છે. પણ ખોડંગાઈને અને આ બધા વચ્ચે આ વિરલ સંસ્થા ઉજ્જવળ આવતીકાલનું સ્વપ્ન સેવી રહી છે.
એક સમયે રાષ્ટ્રીય શાળામાં ૭૫૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. ખાદીનું વણાટકામ, બેકરી, દુગ્ધાલય, દીવાસળીનું કારખાનું, પુણી પ્લાન્ટ, પટોળાનું વણાટકામ વગેરે અનેક પ્રવૃત્તિ થતી હતી. બાળ મંદીરમાં ભણતા ભૂલકાઓને બળદ ગાડામાં બેસાડીને શાળાએ લાવવામાં આવતા હતાં. ધીમે-ધીમે પટોળા ઉદ્યોગ, વણાટકામ, પુણી પ્લાન્ટ, બેકરી, દીવાસળીનું કારખાનું આ બધુ જ લુપ્ત થઈ ગયું. શાળામાં બાળકોની સંખ્યા ૭૫૦માંથી ૭૫ થઈ ગઈ. ખાદીનો ઉદ્યોગ હાફવા લાગ્યો છે.
રાષ્ટ્રીય શાળાના સંચાલક ધીરુભાઈ ડોબરીયા જણાવે છે કે, છેલ્લા દસ વર્ષમાં ખાદીનો ક્રેઝ ઘટયો છે. સરકાર પણ હવે અમારી પાસેથી ખાદી ખરીદતી નથી. ખાદીના ભાવ પણ મળતા નથી. મોરારીબાપુએ રાષ્ટ્રીય શાળાને ખાદીની યુનિવર્સિટી કહી હતી પરંતુ અત્યારે અંદાજે રૃા ૧૮ લાખનું ખાદી કાપડ વેચાયા વિનાનું પડયું છે. ખાદી ઉદ્યોગને ફરી ધમધમતો કરવા અમે કેટલાક ડીઝાઈનર શોધ્યા છે. આ ઉદ્યોગનું આધુનિકરણ કરાશે. નવી ડીઝાઈન વાળા જેન્ટસવેર, લેડીઝવેર અને ચીલ્ડ્રનવેર બનાવવામાં આવશે.
બાળમંદિરમાં અત્યારે માત્ર બે, ધોરણ છથી આઠમાં ૬૦ અને એકથી પાંચમાં ૩૦ વિદ્યાર્થીઓ ભણે છે.
રાષ્ટ્રીય શાળામાં કાળા તલના તેલની ચાર ધાણી ચાલે છે. રોજ ત્રણથી ચાર ડબ્બા તેલ નીકળે છે. શિયાળામાં તેની મોટી ડીમાન્ડ રહે છે. તે ઠેઠ અજમેર અને મુંબઈ સુધી જાય છે. તેમાંથી નીકળતો ખોળ કચ્છ અને રાજસ્થાન જાય છે.
તેમણે જણાવ્યું હતું કે અહીં કામાણી અતિથીગૃહ હતું, જે ૨૦૦૨માં ભુકંપ બાદ કડડભુસ થઈ ગયું. તેનું રીપેરીંગ કરી તેને પૂર્વવત કરવાનો વિચાર છે.

અમેરિકાથી ટેલી કોન્ફરન્સમાં અપાય છે શિક્ષણ
મૂળ સૌરાષ્ટ્રના તથા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા ચીમનભાઈ દેલવાડીયા રાષ્ટ્રીય શાળાના બાળકોને રોજ સવારે ૭.૩૦ વાગ્યાથી ૮.૩૦ સુધી ટેલીકોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપે છે. તેઓ બાળકોને ગણીત અને અંગ્રેજી શીખવે છે.
પારાવાર મુશ્કેલીઓ વચ્ચે પણ આ એક સકારાત્મક વાત છે. વધુ બાળકોને આકર્ષીને રાષ્ટ્રીય શાળાનો દબદબો પહેલા જેવો કરી શકાય તે માટે એરકન્ડીશન્ડ બાળ મંદિર શરૃ કરવાની યોજના છે.

પુસ્તકની પરબને રાજયમાં સૌથી વધુ પ્રતિસાદ
રાષ્ટ્રીય શાળામાં દર બુધવારે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી બુધસભા યોજાય છે. તેમાં સાહિત્યકારો કવિતા, વાર્તા કે અભ્યાસ લેખ વાંચે છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૯.૦૦થી ૧૧.૦૦ પુસ્તકની પરબ યોજાય છે. તેમાં લોકો પોતાને મનગમતા પુસ્તકો વિના મૂલ્યે લઈ જઈ શકે છે. અને વણજોઈતા અથવા વાંચી લીધેલા પુસ્તકો જમા કરાવી શકે છે. રાજયમાં ઘણાય શહેરોમાં પુસ્તકની પરબ યોજાય છે. પરંતુ સૌથી વધુ પ્રતિસાદ રાજકોટમાં મળે છે.

પંડીત ઓમકારનાથ ઠાકુર બે વખત સંગીત સ્કૂલમાં આવ્યા હતા
રાષ્ટ્રીય શાળામાં ૧૯૩૬થી સંગીત સ્કૂલ ચાલે છે. તેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ લે છે. મહારાષ્ટ્રનાં મીરજ ખાતે આવેલી ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા તેની પરીક્ષા લેવાય છે. આ સંગીત શાળામાં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડીત ઓમકારનાથ ઠાકુર બે વખત આવી ચૂકયા છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 28 January 2015

ગર્ભસ્થ બાળકની જાતી નક્કી કરતી જાહેરખબરો બ્લોક કરવા સુપ્રીમનો આદેશ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગર્ભસ્થ બાળકની જાતી નક્કી કરતી જાહેરખબરો બ્લોક કરવા સુપ્રીમનો આદેશ

ગુગલ, યાહુ અને માઇક્રોસોફટને

(પીટીઆઇ)    નવી દિલ્હી,તા.૨૮
ગુગલ ઇન્ડિયા, યાહુ ઇન્ડિયા અને માઇક્રોસોફટ કોર્પોરેશન જેવા સર્ચ એન્જિનને આજે સુપ્રીમ કોર્ટે ચુસ્તપણ ભારતીય કાયદાઓનું પાલન કરવા અને ભૃણની જાતી નક્કી કરતા વિજ્ઞાાપનોને બંધ કરવા આદેશ આપ્યો હતો. જો કોઇપણ સર્ચ એન્જિનમાં હાલમાં આવી કોઇ પણ જાહેર ખબર હોય તો એને દૂર કરવી એમ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણેકહ્યું હતું. પ્રિ-નેટલ ડીટરમિનેશન ઓફ સેક્સ (પીસી-પીએનડીટી)ધારા સબંધિત કોઇપણ વિજ્ઞાાપન જે વિજ્ઞાાપન એક્ટના  નિયમ ૨૨નો ઉલંધન કરે એવી એકપણ જાહેરખબરને સ્પોન્સર નહીં કરવા અને સર્ચ એન્જિનને તેમની પોલીસીમાં સર્વિસ પેજની શરતો અને કોર્ટના આદેશને અપલોડ કરવા આદેશ કર્યો હતો.
ભારતીય કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા આ ત્રણે  વેબસાઇટોને તાકીદ
'વચગાળાના પગલાં તરીકે, પ્રતિવાદી ગુગલ, યાબુ અને માઇક્રોસોફટને  આદેશ આપવામાં આવે છે કે તેઓ એવી કોઇપણ જાહેરખબરને સ્પોન્સર ન કરે જે વિજ્ઞાાપન ધારાની કલમ ૨૨, ૧૯૯૪નું ઉલંઘન કરતી હોય. જો હાલમાં આવી કોઇ જાહેરખબર કોઇ સર્ચ એન્જિન પર ચાલતી હોય તો  એને તાત્કાલિક અમલથી દુર કરવામાં આવે. એક જાહેરહિતને અરજી પર કોર્ટે આ પ્રમાણે ઓર્ડર આપ્યો હતો. ગુગલ અને માઇક્રોસોફટે એવી દલીલ કરી હતી કે તેઓ એવું એક પણ વિજ્ઞાાપન દર્શાવતા નથી જે પીસી-પીએનડીટી એક્ટનું  અથવા તો અન્ય કોઇપણ ધારા કે કાયદાનું ભંગ કરે. ગયા સપ્તાહે વડા પ્રધાન મોદીએ પણ બેટી બચાવ અભિયાનની શરૃઆત કરતાં કહ્યું હતુ ંકે આ એક વૈશ્વિક સમસ્યા છે. 'આપણા પાડોશમાં બાળકીઓને તેમના જન્મ પહેલાંજ માતાની કુખમાં જ મારી નાંખવામાં આવે છે અને આપણને જરાય દુઃખ પણ થયું નથી.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 27 January 2015

અમેરિકા દ્વારા ભારતમાં ચાર અબજ ડોલરના રોકાણોની ઓબામાની ઘોષણા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

અમેરિકા દ્વારા ભારતમાં ચાર અબજ ડોલરના રોકાણોની ઓબામાની ઘોષણા

યુએસ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી અક્ષય ઊર્જા ક્ષેત્રે બે અબજ ડોલર રોકશે

બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, બહેતર રસ્તા બનાવવામાં સહાય માટે પણ તૈયારી બતાવી

(પીટીઆઇ)             નવી દિલ્હી, તા.૨૭
પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકા દ્વારા ભારતમાં ચાર અબજ ડોલરનું રોકાણ કરવાની ગઇ કાલે ઇન્ડિયા-યુએસ સીઇઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશનાં અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં ઘોષણા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, 'આગામી બે વર્ષમાં અમારી એક્ઝિમ (એક્સપોર્ટ-ઇમ્પોર્ટ) બેન્ક ભારતને અમેરિકામાં બનેલી એક અબજ ડોલરની વસ્તુઓની આયાતનું સમર્થન કરશે અને ભારતભરમાં લઘુ અને મધ્યમ કદના વ્યાપારને એક અબજ ડોલરથી વધુ રકમનું ઋણ આપશે. તદુપરાંત, યુએસ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી ભારતમાં અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે.'
ઓબામાએ ભારતને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને બહેતર રસ્તા બનાવવામાં સહાયની પણ તૈયારી બતાવી હતી. દરમિયાન, ઇન્ડિયા-યુએસ સીઇઓ ફોરમમાં ઉપસ્થિત રહેલા મુકેશ અંબાણી, દીપક પારેખ, સુનિલ મિત્તલ, કિરણ મઝુમદાર-શૉ અને દિનેશ સરાફ સહિતના ઉદ્યોગજગતના અગ્રણીઓએ ત્રીજા વિશ્વની કંપનીઓ પર અમેરિકાએ લાદેલા નિયંત્રણો, વ્યાપાર માટેની સરળતા, બૌદ્ધિક સંપદા અધિકાર સહિતના દ્વિપક્ષી વ્યાપાર આડે અવરોધરૃપ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 26 January 2015

પીએફનો નિવૃત્તિ પહેલા ઉપાડ રોકવા ઇપીએફઓની યોજના

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પીએફનો નિવૃત્તિ પહેલા ઉપાડ રોકવા ઇપીએફઓની યોજના

૧૦ ટકા રકમ રિઝર્વ રાખવાનું સૂચન સામે આવ્યું

નવી દિલ્હી, શુક્રવાર
રિટાયરમેન્ટ બોડી ઇપીએફઓ કર્મચારીના કુલ ભંડોળની ૧૦ ટકા રકમ તેમની પાસે જમા રાખવાની યોજના ધરાવી રહી છે, આ યોજના હેઠળ કર્મચારીની ઉંમર ૫૦ વર્ષની થાય ત્યાં સુધી આ રકમ જમા રાખવાની નેમ છે જેથી મુદ્દત પહેલાં પુરી રકમ કાઢવાની કર્મચારીની ઇચ્છા ઉપર અંકૂશ મૂકી શકાય.
નિવૃત્તિ પહેલાં પીએફનું આખું ભંડોળ ઉપાડી લેવાથી કર્મચારીઓને પરાવૃત કરવા માટે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફન્ડ કમિશ્નર કે કે જાલને ઇપીએફઓની સમીક્ષા સમિતિની એક્ બેઠક બોલાવી હતી અને તેમાં સૂચનો મગાવ્યા હતા.  આ બેઠકમાં કમિશ્નરે એવી પણ માહિતી માગી હતી કે કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યાં સુધી તેઓ પીએર્ફનું પુરૃ ભંડોળ ઉપાડી લ્યે નહી તે માટે શું કરવું જોઇએ.
તે માટે કોઇ વિશેષ પગલાં લેવા જોઇએ કે નહીં તે અંગે પણ સૂચનો મગાવ્યા હોવાનું બેઠકની મિનિટ્સમાં જણાઇ આવ્યું હતું.
એનડીએ સરકાર દ્વારા પીએફ બાબતે અનેક સુધારા થઇ રહયા છે અને તેમાં આ એક પગલું માનવામાં આવી રહયું છે. આ અગાઉ સરકારે પીએફના ઉપાડને સરળ બનાવવા માટે તેના ફોર્મની સંખ્યા ઘટાડી નાખવાનો પણ નિર્ણય લીધો હતો જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમનું પીએફ ભંડોળ સરળતાથી અને કોઇ પણ જાતની તકલીફ વગર મેળવી શકે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 23 January 2015

ઓબામાને આત્મજ્ઞાાન ઃ આતંકીઓને પાક.માં આશ્રય નહીં ચલાવાય

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઓબામાને આત્મજ્ઞાાન ઃ આતંકીઓને પાક.માં આશ્રય નહીં ચલાવાય

ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન બનતા અગાઉ મિડીયાને મુલાકાત

વર્ષોથી ત્રાસવાદીઓને આશ્રય આપતા પાક.નો અમેરિકા અત્યાર સુધી બચાવ કરતું આવ્યું છે

મુંબઇ હુમલાના દોષિતોેને વહેલી તકે સજા કરવા પણ પાકિસ્તાનને તાકીદ
મોદીનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે અને હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું ઃ ઓબામા

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૩
વર્ષોથી અમેરિકા પાકિસ્તાનને સીધુ કે આડકતરુ સમર્થન આપતું રહ્યું છે. આતંકવાદ મુદ્દે ભારત પાકિસ્તાનનો વિરોધ કરે તો પણ અમેરિકા હંમેશા પાક.ને છાવરતું આવ્યું છે. આતંકવાદ સામે લડવા માટે મદદના નામે અમેરિકા પાકિસ્તાનને અબજો ડોલરની મદદ કરે છે અને આખું જગત જાણે છે કે જગત જમાદારની આ મદદ પાકિસ્તાન ભારત સામે શીંગડા ભરાવવામાં જ વાપરે છે. આ વખતે પ્રજાસત્તાક દિને ઓબામાં ભારતના મહેમાન બનવાના છે. ભારત આવતાં અગાઉ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવી દીધું છે કે તેમના દેશમાં સ્થિત આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે મુંબઇ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરવા પણ પાક.ને જણાવ્યું છે.
ઓબામાએ ભારત પ્રવાસ અગાઉ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસના દિવસે મુખ્ય અતિથિ બનીને તે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ઓબામાએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્ય આપવાની પણ ભલામણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વિજ્ઞાાન અને ટેકનોલોજીની બાબતમાં વિશ્વમાં સૌથી આગળ છે.
ઓબામાએ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તેઓ વિકાસના માર્ગમાં આવતા અવરોધો તાત્કાલિક દૂર કરવા તૈયાર રહે છે. તેમણ જણાવ્યું હતું કે ભારતની બે વખત મુલાકાત લેનાર પ્રથમ અમેરિકન પ્રમુખ બનવાનું સન્માન મળવાથી હું ગૌરવ અનુભવી રહ્યો છું.
અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ શુક્રવારે જણાવ્યું હતું કેે ભારત અને અમેરિકા વચ્ચેના સંબધો પરસ્પર સન્માન પર આધારિત હોવા જોઇએ. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ઓબામાએ જણાવ્યું હતું કે સૌથી પાયાની વાત એ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સારા સંબધો એ જ સિંદ્ધાતો પર આધારિત હોવા જોઇએ જેના પર અમારા સંબધ અન્ય સફળ ભાગીદારો સાથે છે.
ભારતની યાત્રા અગાઉ ઓબામાએ જણાવ્યું હતું કે લોકોને સુરક્ષા પૂરી પાડવા, તેમની સમુદ્ધિ માટે અને તેમને સન્માન આપવા માટે અમેરિકા ભારત સાથે કાર્ય કરવાનું ચાલુ રાખશે.
ઓબામની ટિપ્પણીને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કારણકે તાજેતરમાં ભારતે ૨૦૦૮ના મુંબઇ હુમલાના દોષિતોને સજા કરવા અંગે પાકિસ્તાનની ગંભીરતા સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકીઉર રહેમાન લખવીને જામીન અપાયા પછી ભારતે આ પ્રશ્રો ઉઠાવ્યા હતાં.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday 22 January 2015

વાઇબ્રન્ટ સમિટ, PBD ઇવેન્ટ વખતે ૧૫ હજાર લિટર દારૃ પીવાયો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાઇબ્રન્ટ સમિટ, PBD ઇવેન્ટ વખતે ૧૫ હજાર લિટર દારૃ પીવાયો

ગાંધીના ગુજરાતનું ગૌરવ

આ વખતે દારૃની પરમિટ સરળ બનાવી લીકર શોપનો સમય વધારી દેવાયો હતો જાન્યુઆરી ૨૦૧૪માં

અમદાવાદ, ગુરૃવાર
વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા વિદેશીઓ અને અન્ય રાજયોના લોકો માટે ગુજરાત સરકારે આ વખતે દારુની પરમિટ મેળવવાના નિયમો સરળ બનાવી દીધા હતાં અને લીકર શોપનો સમય પણ વધારી દીધો હતો. જેના કારણે જાન્યુઆરી એકથી પંદર દરમ્યાન ૧૪૯૦૦ યુનિટ કાયદેસર દારુંનું વેચાણ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ્સમાંથી થયું હતું. ગત જાન્યુઆરીમાં આખા મહિનામાં આટલો દારૃ વેચાયો હતો. આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિવસના સરકાર આયોજિત કાર્યક્રમોમાં દારુની રેલમછેલ બોલી હતી.
નશાબંધી અને આબકારી વિભાગમાંથી મળેલા આંકડા જાન્યુઆરીના પહેલા પંદર દિવસના છે પરંતુ હોટેલ સંચાલકોનું કહેવું છે કે મહતમ દારૃનું વેચાણ ૭થી ૧૩ જાન્યુઆરી વચ્ચે થયું છે. બહારથી આવનારા અને ખાસ કરીને વિદેશથી આવનારા લોકોની ફરિયાદ હતી કે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન દારુ મેળવવામાં તકલીફ પડે છે. આ તકલીફને તાત્કાલીક ધોરણે ઉકેલવા માટે દારુની પરમિટની સિસ્ટમ હળવી કરી દીધી હતી. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પણ અમદાવાદમાં કરવામાં આવી હતી એટલે મોટાપાયે પ્રવાસી ભારતીયો અમદાવાદમાં આવ્યાં હતાં, તેમની પણ દારુની મોટી માંગ રહી હતી. આ બધાને સરળતાથી દારુ મળી રહે તે માટે ઓગસ્ટથી ડિસેમ્બર દરમ્યાન અમદાવાદમાં ચાર નવી હોટેલ્સને પણ લીકર શોપનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.

જાન્યુઆરીના પ્રથમ ૧૫ દિવસમાં કઈ હોટેલમાંથી કેટલો દારુ વેચાયો
હોટેલ
વેચાયેલા યુનિટ
ધી ગ્રાન્ડ ભગવતી
૩૫૩૪
કામા હોટલ
૭૬૩.૬૮
હોટલ સેન્ટલોર્ન
૫૪૨.૧૮૬
હોટલ રિવેરા
૬૧૭
રોયલ મેનોર હોટલ્સ
૬૫૨.૩૧૫
ધી મેટ્રોપોલ હોટલ
૯૦૨.૬૮૬
ઈન્દર રેસીડન્સી
૨૫૦૫
પેસેફિકા હોટલ્સ
૫૮૪.૬
હોટલ પ્રેસીડન્ટ
૪૭૬૬.૪૭૮
 
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 21 January 2015

ગુજરાત પોલીસ બોમ્બ ડિફયૂઝ કરવા ૭ કરોડનો રોબોટ લાવશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાત પોલીસ બોમ્બ ડિફયૂઝ કરવા ૭ કરોડનો રોબોટ લાવશે

TCV સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે

અમદાવાદ બુધવાર
 ગુજરાત હંમેશા આતંકવાદીઓના હીટ લિસ્ટમાં રહયું હોવાથી બોંબ બ્લાસ્ટ કરવાની ધમકીઓ પણ મળતી રહે છે. આથી કોઇ અણધારી પરિસ્થિતિને પહાંેચી વળવા ગુજરાત પોલીસ આતંકીઓએ પ્લાન્ટ કરેલા બોંબને નિષ્ફળ બનાવવા દેશમાં સૌપ્રથમવાર બોંબને ડિફયૂઝ કરવા ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબોટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે વસાવશે. જેની મદદથી પ્લાન્ટ કરેલા બાંેબને નિષ્ક્રીય કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી શકાશે.
 જાહેર જગ્યાએ કે ભીડભાડવાળા વિસ્તારમાં કોઇ શંકાસ્પદ વસ્તુ કે બોંબ જેવી વસ્તુ મળે તો સ્થળ પર સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોંબ સ્કવોર્ડની ટીમો કામે લાગીને આખા વિસ્તારને કોર્ડન કરી લે છે.કયારેક બોંબને નિષ્કિય કરવા માટે  ભીડભાડવાળા વિસ્તારમાં સંભવિત જાનહાનીને ટાળવા માટે દુર પણ લઇ જવો પડે છે. આ કાર્યવાહી દરમિયાન બોંબ નિષ્કિય કરતી ટીમના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે તે આ નવી  ટોટલ કન્ટેનમેન્ટ વેસલ સિસ્ટમમાં ટાળી શકાય છે. ગુજરાત પોલીસનું આધુનિકીકરણ કરવાના ભાગરુપે હવે ખરીદવામાં આવી રહેલી આ સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રીમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે.આ રોબોટ સિસ્ટમની ખાસિયત એ છે કે તેની મદદથી બાંેબની તિવ્રતા અને સંભવિત જાનહાનીનો પણ અંદાજ લગાવી શકાય છે. આ સિસ્ટમમાં રોબોટની સાથે પાણી ભરેલું એક પીપ જેવું વાહન હોય છે જેમાં બોંબ નાખીને નિષ્ક્રિય કરવામાં આવે છે. તેમજ આ સિસ્ટમના રોબોટને કોઇ પણ વાહન સાથે જોડી શકાય છે આથી રસ્તામાં મુકવામાં આવેલા બોંબના સ્થળે તાત્કાલિક પહોંચવામાં સરળતા રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે ૧૫૦થી પણ વધુ લોકોના મુત્યું થયા હતા.આ ઉપરાંત ડાયમંડ નગરી સુરતમાંથી પણ વિવિધ સ્થળોએ આતંકવાદીઓએ પ્લાન્ટ કરેલા બોંબ મળી આવ્યા હતા.
આથી રોબોટ સંચાલિત સિસ્ટમનું મહત્વ વધી જાય છે. આ અંગે ગુજરાત પોલીસ મોર્ડનાઇઝેશનના આઇજીપી પ્રવીણસિંહા એ જણાવ્યું કે સરકાર દ્વારા બોંબને ડિસ્ફયુઝ કરવા માટે ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે ખરીદવાની મંજુરી પણ મળી ગઇ છે. ઉપરાંત બોંબ સ્કવોર્ડના ઉચ્ચ અધિકારીઓનેે રોબોટનો ઉપયોગ ખાસ ટ્રેનિંગ પણ અપાશે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 20 January 2015

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

- આજથી માહી નવરાત્રીનો પ્રારંભ

- વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે

સામાન્ય રીત એવુ માનવામાં આવે છે કે વર્ષમાં 2 નવરાત્રી હોય છે. આ વાત સત્ય તો છે પરંતુ અર્ધસત્ય છે. મોટા ભાગના લોકોની માન્યતા પ્રમાણે વર્ષમાં એક ચૈત્રી નવરાત્રી અને એક શરદ નવરાત્રી હોય છે પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણે વર્ષમાં શક્તિની પૂજા માટે 4 નવરાત્રી હોય છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં નવ આદ્ય શક્તિની પુજાનું મહત્વ હોય છે. શક્તિની પૂજાનો ઉલ્લેખ વૈદિક કાળથી મળી રહ્યો છે. તો આવો જાણીએ કે વર્ષમાં કઈ કઈ 5 નવરાત્રીઓ હોય છે અને તેનુ મહત્વ શુ છે.

1.મ્હા નવરાત્રી: મ્હા નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

2. વસંત નવરાત્રી: આ નવરાત્રી ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં આવતી હોય છે. આ નવરાત્રીની કથા રાજા સુદર્શન અને રાણી શશિકલા જે રામના પૂર્વજ સાથે જોડાયેલી છે. તેમને ઋષિ ભારદ્વાજે આશિર્વાદ આપ્યા અને મા શક્તિની આરાધના કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ પૂજા અર્ચનાથી તેમને ખૂબ જ વૈભવ અને સુખ મળ્યુ. સુદર્શનના વંશજ શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રીમાં માતાજીની આરાધના કરી અને તે પછી જ તેઓ માતા સીતાને પરત મેળવવામાં સફળ રહ્યા હતા. વસંત નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે

3. .ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

4. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.
દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
ભદ્રકાલી
અંબા કે જગદંબા, વિશ્વમાતા
અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્ર: નો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.
સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
ભૈરવી
ચંદ્રિકા કે ચંડી
લલિતા
ભવાની
મોકામ્બિકા