સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 29 June 2016

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી: 17,532 કોન્સ્ટેબલની ભરતી કરાશે - સાતમું વેતન પંચઃ કોને કેટલું મળશે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને પગાર, જાણો - 7thPayCommission: 23.5% પગાર વધશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી: 17,532 કોન્સ્ટેબલની ભરતી કરાશે

- 10 ટકા EBC સાથે યોજાશે ભરતી, ધોરણ 12 પાસ ઉમેદવારો ઉમેદવારી કરી શકશે

- લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ માલિકે કરી જાહેરાત

- 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર 10,000ના ફિક્સ પગાર બાદ કાયમી કરાશે

વડોદરા, તા. 29 જુલાઈ 2016

ગુજરાતના પોલીસ વિભાગના લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ માલિકે આજે જાહેરાત કરી હતી કે ગુજરાત પોલીસમાં ખાલી પડતી 17,532 જેટલી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની જગ્યા માટે વર્ગ 3ની ભરતી યોજવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ વાર ફિઝિકલ એક્ઝામ પૂર્વે લેખિત પરીક્ષા યોજવામાં આવશે જેમાં 100 માર્કસના પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્ક પણ ગણતરીમાં લેવામાં આવશે. આ ભરતીમાં 7 થી 10 જુલાઈમાં ફોર્મ ભરવામાં આવશે અને તેના માટે ધોરણ 12 પાસ ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. અગાઉ પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવતા હતા જયારે આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ પણ ભરી સકાશે જેની ફી 105 રૂપિયા જેટલી હશે. ભરતીની વાય મર્યાદા 18 થી 33 વર્ષની જનરલ કેટેગરી માટે રાખવામાં આવી છે. જયારે અનુસૂચિત જાતિ અને અનામત મેળવતા વર્ગ માટે  5 વર્ષની છૂટ આપવામાં આવશે. જયારે ખાસ કરીને 10 ટકા EBCની પણ ગણતરી અહીં થનાર છે જેથી સવર્ણો પણ ભરતીમાં EBCનો લાભ લઇ સકશે.

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી.
ગુજરાત પોલીસના લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ મલિકે વધુમાં જણાવ્યું હતું કે આ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી ભરતી છે જયારે આ ભરતીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જયારે લેખિત પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. પાસ થયેલા ઉમેદવારો ને ત્યાર બાદ શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે જે બાદ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ટ્રેનિંગ શરુ થશે. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ને 10,000 ફિક્સ પગાર પર સરકાર ના ધારાધોરણ પ્રમાણે 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર રાખવમાં આવશે અને ત્યાર બાદ નિયમો અનુસાર કાયમી કરવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી, PMએ 7માં પગારપંચને મંજૂરી આપી

- કેન્દ્રના 50 લાખ કર્મચારીઓ અને 52 લાખ પેન્શનરોને લાભ

- સરકારી તિજોરી પર 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ

નવી દિલ્હી, તા. 29 જૂન 2016

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટની પરવાનગી મળી ગઇ છે. આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 7માં પગાર પંચની ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

પીએમ મોદીએ આ સંબંધમાં નાંણા મંત્રાલય પાસે સાતમાં પગાર પંચની રિપોર્ટ માંગી હતી. નવો પે સ્કેલ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે. તેથી તમામ કર્મચારીઓને છ મહિનાનું ઍરિયર્સ પણ મળશે.

કેબિનેટ બેઠકમાં મૂળ રૂપથી 7માં પગાર પંચની ચર્ચા કરવાની હતી. સૂત્રો અનુસાર મોદી સરકારે 7માં પગારપંચની દરેક ભલામણોને પરવાનગી આપી દીધી છે. જેનાથી 98.4 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. આ કર્મચારીઓમાં 52 લાખ પેન્શનભોગી પણ સામેલ છે.

પી.કે.સિન્હાની અધ્યક્ષતામાં રચાઇ સમિતિ
જાન્યુઆરીમાં સરકારના કેબિનેટ સચિવ પી.કે.સિન્હાની અધ્યક્ષતામાં સાતમાં પગારપંચની ભલામણોની પ્રક્રિયા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

જણાવવામાં આવી રહ્યુ છે કે જુલાઇમાં આ રિપોર્ટ લાગુ કરી દેવામાં આવશે અને જાન્યુઆરી 2016થી કર્મચારીઓને ઍરિયર્સ આપવામાં આવશે. છઠ્ઠુ પગારપંચ 1 જાન્યુઆરી, 2006થી લાગુ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી સરકારની તિજોરી પર 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. જે GDPના 0.7% છે.

સાતમું વેતન પંચઃ કોને કેટલું મળશે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને પગાર, જાણો

કેન્દ્ર સરકારે સાતમાં વેતન પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 98 લાખ કર્મચારીઓને લાભ થશે.
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23 ટકાનો વધારો થશે. જ્યારે લઘુત્તમ વેતન રૂ. 18 હજાર હશે. આ સાથે પહેલી જાન્યુઆરી 2016થી એરિયર્સની ચુકવણી કરાશે. સાતમાં વેતન પંચથી કોને કેટલો લાભ થશે તેની વિગતો અત્રે રજૂ કરી છે.
1.       લઘુત્તમ પગાર રૂ. 18 હજાર થશે.
2.        મહત્તમ માસિક પગાર થઈ જશે રૂ. અઢી લાખ (કેબિનેટ સેક્રેટરી)
3.       આઈએએસ, આઈઆરએસ અને આઈપીએસ માટે હશે એકસરખું પે બેંડ.
4.       પહેલી જાન્યુઆરી 2016ની અસરથી થશે એરિયર્સની ચુકવણી
5.       દર વર્ષે મળશે ત્રણ ટકા ઈન્ક્રીમેન્ટ
6.       સેના સર્વિસ વેતન હેઠળ સર્વિસ ઓફિસર, જેસીઓ/ORS, નોન-કોમ્બેટ (એરફોર્સ)ને ક્રમશ રૂ. 15,500, 10,800, 5,200, 3,600 અને 3,600 આપવાની કરાઈ છે જોગવાઈ

7thPayCommission: 23.5% પગાર વધશે, કેબિનેટની લીલીઝંડી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીખબરી. કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23.6 ટકા સુધીના વધારો કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. કેબિનેટે મૂળ પગારમાં 14.27% અને ભથ્થા વગેરે મળીને 23.6% સુધી વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે આ પગાર વધારાને ઓછો માનવામાં આવી રહ્યો છે. પગાર પંચની ભલામણ 1 જાન્યુઆરી, 2016થી લાગૂ થશે. એટલે કે કર્મચારીઓને 1 જાન્યુઆરીથી વધેલા પગારનું એરિયર મળશે.


કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ હાલના કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શરને ફાયદો થશે. પગાર પંચની ભલામણો ગયા વર્ષે નવેમ્બરમાં આવી હતી. તેમાં મૂળ પગારમાં 14.27 ટકા સુધીનો વધારો કરવાની ભલામણ કરાઈ હતી. આ વધારો છેલ્લાં 70 વર્ષમાં પંચની ભલામણમાં સૌથી ઓછો બતાવાઇ રહ્યો છે. છઠ્ઠા પગાર પંચે 20 ટકાના વધારાની ભલામમ કરી હતી. 2008મા તેના લાગૂ કરતાં સમયે તત્કાલીન યુપીએ સરકારને બમણો વધારો કરી દીધો હતો.


પંચની ભલામણોમાં પ્રસ્તાલિત ભથ્થાને જોડતા ભલામણો અનુસાર પગારમાં 23.55 ટકા સુધીનો વધારો થશે. સાતમા પગાર પંચની ભલામણો આ વર્ષે 1 જાન્યુઆરીથી લાગૂ થશે.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-police-recruit-17532-constables-with-10-percentage-ebc-quota,   http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/narendra-modi-govt-approves-7th-pay-commission-today-in-cabinet-meeting,   http://www.sandesh.com/article.aspx?newsid=3424143,  http://www.sandesh.com/article.aspx?newsid=3424130



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 8 June 2016

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

- પ્રવેશોત્સવની હિમાયત કરતા આનંદીબહેનનાં નિવેદનોની સોશિયલ મિડિયા પર મજાક

- પ્રવેશોત્સવમાં શાળાદીઠ ૯૪૦૦નો ખર્ચ પણ સરકાર માત્ર રૃ।. ૫૦૦ આપે છે

અમદાવાદ, સોમવાર
આવતીકાલે મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ત્રણ દિવસનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. વાસ્તવમાં એપ્રિલ મહિનામાં જ બાળકોનું નામાંકન થઈ ગયું હોય છે. તેમજ બાળકોએ શાળાઓમાં આવવાનું પણ શરૃ કરી દીધું હોય છે. આમ છતાં આવા મહોત્સવો યોજીને સરકાર પોતાનો પ્રચાર અને પ્રસિદ્ધિ જ કરી રહી છે. દુ:ખની વાત એ છે કે પ્રવેશોત્સવ પાછળ શાળા દીઠ રૃ. ૯૪૦૦નો ખર્ચ થઈ રહ્યો છે પરંતુ સરકાર શાળા દીઠ માત્ર રૃ. ૫૦૦ જ ચુકવે છે !!
સોશ્યિલ મીડિયા પર શાળા પ્રવેશોત્સવમાં શાળાને ક્યાં કેટલો ખર્ચ થાય છે તેની સમગ્ર વિગતો મુકવામાં આવી છે. શાળાના આચાર્યો અને શિક્ષકો જ આ મેસેજને આગળ મોકલી રહ્યા છે. જેમાં લખાયું છે કે 'બહેનશ્રી, તમારી સરકારની ૫૦૦ રૃપિયાની ગ્રાન્ટમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પ્રવેશોત્સવ શિક્ષકો ધામધૂમથી ઊજવે છે...! તોયે તમે કહો છો કે.. જોજો શિક્ષકો પર ભરોસો ન મૂકતા !!' કેમ ?? શિક્ષકો ભ્રષ્ટાચારી લાગે છે ? ચોર કે કૌભાંડી લાગે છે ?
મેસેજમાં એવો બળાપો પણ કાઢવામાં આવ્યો છે કે પ્રવેશોત્સવ માત્ર તમારી સરકાર પોતાના પ્રચાર માટેનો તાયફો છે !! બીચારા બાળકોએ તો એપ્રિલ માસની ફરજીયાત ગણતરીમાં જ પોતાનું નામાંકન કરાવી દીધું હોય છે. શાળા શરૃ થતાનાં પ્રથમ દિવસથી જ તેઓ શાળામાં આવતા થઈ જાય છે. આમ છતાં સરકાર બાળકોના નામાંકનનું 'નાટક' કરે છે. તેમનાં આવા પ્રચારમાં નાછૂટકે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ જોડાવવું પડે છે. તા. ૮, ૯ અને ૧૦ એમ ત્રણ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓ સહિત ૯૨ પદાધિકારીઓ અને ૩૫૯ IAS-IPS જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાશે. મુખ્યમંત્રી પોતે સમગ્ર પ્રવેશોત્સવનું નેતૃત્વ કરી રહ્યા છે. આમ છતાં છેલ્લા ૧૪ વર્ષમાં શિક્ષણની ગુણવત્તા સુધરી નથી. પ્રવેશમાત્ર બાળકોની સંખ્યામાં પણ કોઈ ફરક પડયો નથી.

એક શાળાને કુલ કેટલો ખર્ચ થાય છે ?
મંડપ-સ્ટેજ પાછળ
રૃ. ૩૦૦૦
સાઉન્ડ ખર્ચ
રૃ. ૧૦૦૦
ફળ છાબ નંગ-૫ હાર-ફૂલછડી
રૃ. ૮૦૦
સુશોભન સામગ્રી
રૃ. ૫૦૦
બાળકોને ઇનામ-સન્માન
રૃ. ૧૦૦૦
અધિકારીઓને બદામ કાજું
રૃ. ૫૦૦
મીનરલ વોટર બોટલો
રૃ. ૧૦૦૦
ગ્રામજનો-મહેમાનો માટે ચા-નાસ્તો
રૃ. ૧૫૦૦
અધિકારીને જમણવારનો ખર્ચ
રૃ. ૧૦૦૦
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-be-careful-not-to-put-trust-in-teachers



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)