સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 December 2017

૩૧ ડિસેમ્બરથી જૂના મોબાઇલ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે - હવે CA હેરાફેરી કરી નહિ શકેઃ નવી ઓથોરીટીની થશે રચના - ઓનલાઇન કંપનીઓ MRP અને કેર ડિટેલ્સ નહીં લખે તો થશે દંડ અને જેલ - લકઝરી વાહનો વધુ મોંઘા થશેઃ જીએસટી સેસ ૧પ ટકા થી રપ ટકા કરતું બીલ લોકસભામાં મંજુર - દેશભરમાં બેરોકટોક ફરી શકશે બસ દરેક પરમીટ બનશે નેશનલ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

૩૧ ડિસેમ્બરથી જૂના મોબાઇલ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે

નવી દિલ્હી તા. ર૮ :.. જો તમારો સ્માર્ટ ફોન જૂનો હશે તો મેસેજિંગ એપ વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી ૧૦, વિન્ડોઝ ફોન ૯.૦ અને એનાથી જૂના પ્લેટફોર્મ ધરાવતા મોબાઇલમાં ૩૧ ડીસેમ્બરથી વોટ્સએપ સપોર્ટ નહીં કરે એવું કંપનીએ ઓફીશ્યલી જાહેર કરી દીધું છે. ભવિષ્યમાં થનારા વોટ્સએપનાં ફીચર્સના અપગ્રેડેશન માટે જરૂરી ક્ષમતા જૂના પ્લેટફોર્મ્સમાં નથી. જો તમારે વોટ્સએપનાં લેટેસ્ટ ફીચર્સના લાભ લેવા હોય તો જૂના ડીવાઇસને બદલે એન્ડ્રોઇડ ઓએસ-૪ પ્લસ,   iPhone iOS 7 પ્લસ અથવા તો વિન્ડોઝ ૮.૧ પ્લસ પ્લેટફોર્મ પર ચાલતા નવા સ્માર્ટફોન વાપરવા પડશે. ર૦૧૮ ના ડીસેમ્બર મહિના પછી નોકિયા એસ-૪૦ પર પણ વોટ્સએપ સપોર્ટ નહીં થાય.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120710

હવે CA હેરાફેરી કરી નહિ શકેઃ નવી ઓથોરીટીની થશે રચના

કેન્દ્ર સરકાર ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર લગામ મુકવા માટે એનએફઆરએની રચનાની તૈયારીમાં: બેનામી કંપનીઓને મદદ કરતા સીએની આર્થિક દંડની સાથે પ્રેકટીસ ઉપર પણ રોક લાગશેઃ સરકારની આવક પણ વધશે

નવી દિલ્હી તા.ર૮ : કંપનીઓના લેખાજોખામાં હેરાફેરીમાં કરવાવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર સિકંજો કસવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટીંગ ઓથોરીટી (એનએફઆરએ)ની રચના કરવાની તૈયારીમાં છે. બેનામી કંપનીઓની મદદ કરવાવાળા સીએ પર લગામ મુકવા માટે કોર્પોરેટ મંત્રાલય નવા વર્ષે આની રચનાનું જાહેરનામુ બહાર પાડશે.
આ ઓથોરીટીને ગેરકાનૂની ગતિવિધિ પર દંડ ફટકારવા અને કાર્ય ઉપર રોક લગાવવાના અધિકાર હશે. પીએમઓ દ્વારા બેનામી કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી માટે રચવામાં આવેલ કાર્યદળે કંપની એકટ ર૦૧૩માં સામેલ એનએફઆરએને કાયદેસરનું બનાવવા ભલામણ કરી હતી. મહેસુલ સચિવ હસમુખ અઢીયા આ કાર્યદળના વડા છે. કોર્પોરેટ મંત્રાલય અને કાર્યદળની વચ્ચે હાલમાં યોજાયેલી બેઠકમાં ઓથોરીટીનું જાહેરનામુ બહાર પાડવા નિર્ણય લેવાયો હતો.
કાર્યદળ દ્વારા બેઠકમાં જણાવાયુ હતુ કે, સીએની વ્યવસાયિક અનિયમિતતા તથા છેતરપીંડીથી નિપટવામાં વર્તમાન કાયદો સક્ષમ નથી. કાયદા પર ફેરવિચારણા કરીઅસરકારક વ્યવસ્થા લાગુ કરવી જોઇએ જેનાથી તેઓની વિરૂધ્ધ દિવાની અને અપરાધિક કાનૂન હેઠળ કાર્યવાહી થઇ શકે. આ બેઠકમાં સામેલ મંત્રાલયના સચિવે સુચન કર્યુ હતુ કે, સીએને નિપટવા માટે એનએફઆરએ લાગુ કરવામાં આવે.
નવા નિયમ લાગુ થયા બાદ એવા પ્રોફેશનલોની મુશ્કેલી વધી જશે જેઓ અનિયમિત અને ગેરકાનૂની રીતે કામ કરી રહ્યા છે. ઓથોરીટી સમન્સ જારી કરવાની સાથોસાથ તપાસના આદેશ, આર્થિક દંડ અને છ મહિનાથી ૧૦ મહિના સુધી પ્રેકટીસ પર મનાઇ પણ લગાવી શકશે. કોઇ વ્યકિતગત મામલામાં ઓથોરીટી એક લાખથી લઇને ફીની પાંચ ગણી રકમનો દંડ કરી શકે છે. આ જ રીતે ફર્મના મામલામાં તે ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા અને વધુમાં વધુ ફીના ૧૦ ટકા રકમ સુધીનો દંડ ઠોકી શકશે. આનાથી કરવેરામાં હેરાફેરી નહી થઇ શકે જેની સીધી અસર આવક ઉપર થશે અને રાજયો વિકાસ કાર્યો માટે તે રકમ વાપરી શકશે. (૩-૬)

(10:58 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120695

ઓનલાઇન કંપનીઓ MRP અને કેર ડિટેલ્સ નહીં લખે તો થશે દંડ અને જેલ

સરકારે ઇ-કોમર્સ કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી

મુંબઈ તા. ૨૮ : ઓનલાઈન લેવડદેવડના વધી રહેલા વ્યવસાયને જોતા સરકારે ઈ કોમર્સ કંપનીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઓનલાઈન કસ્ટમર્સના અધિકારોની રક્ષા માટે સરકારે ૧ જાન્યુઆરી ૨૦૧૮થી તમામ ઈ કોમર્સ કંપનીઓને પોતાની વસ્તુઓ પર એમઆરપી સાથે એકસપાયરી ડેટ અને કસ્ટમર કેર ડિટેલ્સ પણ લખવી પડશે. ૧ જાન્યુઆરીથી જો ઈ કોમર્સ કંપનીઓ આ નિયમોનું પાલન ન કરે તો તેમને પેનલ્ટીની સાથે જેલવાસ પણ ભોગવવો પડી શકે છે. કંપનીઓને આ જાણકારી મોટા અક્ષરે લખવી પડશે જેના કારણે તેને સરળતાથી વાંચી શકાય.
ધ લીગલ મેટ્રોલઝી નિયમ ૨૦૧૭ અંતર્ગત પેકિંગ કરતા પહેલા વસ્તુઓને રેગ્યુલેટ કરી શકાશે, જેમાં એમઆરપી, એકસપાયરી ડેટ, પ્રોડકટ બનાવનારી કંપનીની જાણકારી અને સાથે જ પ્રોડકટની જાણકારી આપવી પડશે. ઈ કોમર્સ કંપનીઓ વિરૂદ્ઘ વધી રહેલી ફરીયાદોને જોતા તેમને પણ નિયમો અંતર્ગત લાવવામાં આવ્યા છે.
એકટ અનુસાર ઈકોમર્સ કંપનીઓ કે જે પ્રી પેકેજડ પ્રોડકસ પર જાણકારી નહી લખવામાં આવી હોય તેમના પર પ્રથમવારમાં ૨૫ હજાર રૂપીયા અને બીજીવારમાં ૫૦ હજાર રૂપીયા અને ત્રીજીવાર ૧ લાખ રૂપીયાનો દંડ લાગશે અને ત્યારબાદ એક વર્ષની જેલ પણ થઈ શકે છે. તો આ સિવાય અન્ય જાણકારીઓ સિવાય ઈ કોમર્સ કંપનીઓ પર સેલર્સને મેન્યુફેકચરિંગ ડેટ, એકસપાયરી ડેટ, નેટ કોન્ટિટી, દેશ અને કસ્ટમર કેર ડિટેલ્સ આપવી પડશે.
(11:43 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120708

લકઝરી વાહનો વધુ મોંઘા થશેઃ જીએસટી સેસ ૧પ ટકા થી રપ ટકા કરતું બીલ લોકસભામાં મંજુર

નવી દિલ્હી : લકઝરી વાહનો ઉપર ૧પ ટકાથી લઇને રપ ટકા સુધીનો જીએસટી સેસને વધારવા અંગેના બીલને લોકસભાએ મંજુરી આપી છે, આ મંજુરી બાદ રાજયોની આવકમાં થઇ રહેલા ઘટાડાની ક્ષતિ પુરતી કરવામાં મદદ મળશે. હવે જીએસટી પરિષદને સેસ વધારવાનો અધિકાર મળી જશે. સપ્ટેમ્બરમાં મીડ સાઇઝથી લઇને હાઇબ્રીડ કાર ઉપર જીએસટી સેસને ૧ ટકાથી વધારી રપ ટકા કરવા અંગેની પરવાનગી આપતો વટહુકમ જારી કરાયો હતો. જેમાં ટેક્ષ રેટને ૧પ થી વધારી રપ ટકા કરી દેવામાં આવ્યો હતો.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120721

દેશભરમાં બેરોકટોક ફરી શકશે બસ દરેક પરમીટ બનશે નેશનલ

સંસદીય સમિતિએ ઓપન સ્કાયની જેમ ઓપન રોડ પોલીસી અપનાવવા કર્યુ સુચનઃ કેન્દ્ર અને રાજય સરકારોને એક દેશ, એક પરમીટ, એક ટેકસ વ્યવસ્થા અપનાવવા જણાવ્યુઃ રાજયોની આવકમાં વધારો થશેઃ લાંબા અંતરની બસોમાં ટોયલેટ રાખવા સુચનઃ લર્નીંગ લાયસન્સ ટેસ્ટને ઓનલાઇન કરવા પણ ભલામણઃ પોલીસ અને આરટીઓ કર્મચારીઓને બોડીમાં પહેરી શકાય એવા કેમેરાથી સજ્જ કરવા સુચન


નવી દિલ્હી તા.ર૮ : જો એક સંસદીય સમીતીની ભલામણોને માની લેવામાં આવે તો દેશભરમાં બસો માટે તમામ પરમીટોને નેશનલ પરમીટ ગણવામાં આવશે અને તેનાથી કોઇપણ બસ કોઇપણ રાજયમાં ફ્રી થઇને અવર-જવર કરી શકશે. સમીતીએ ઓપન સ્કાય પોલીસીની જેમ ઓપન રોડ પોલીસી અપનાવવાનુ સુચન કર્યુ છે. જેમાં કેન્દ્ર અને તમામ રાજય સરકારોને એક દેશ, એક પરમીટ, એક ટેકસ વ્યવસ્થા અપનાવવા જણાવાયુ છે. ર૪ સભ્યોવાળી રાજયસભાની સિલેકટ કમીટી આ બારામાં મોટર વાહન સંશોધન ખરડાની જોગવાઇઓને તપાસી રહી છે.
સમીતીએ પોતાનો રિપોર્ટ ગયા સપ્તાહે રાજયસભાને સોંપી દીધો છે જેમાં જણાવાયુ છે કે, સમીતીને આપવામાં આવેલી માહિતી અનુસાર જો એક બસને દ.ભારતના પાંચ રાજયોમાં ઓપરેટ કરવામાં આવે તો તેણે દર વર્ષે ૪ર લાખ રૂપિયાની ભારેખમ રકમ પરમીટ ફી પેટે ચુકવવી પડે છે.
માર્ગ અને પરિવહન મંત્રાલયે સમીતીને જણાવ્યુ છે કે, જો રાજય સરકારો એક દેશ, એક પરમીટ, એક ટેકસ વ્યવસ્થા પર સહમત હોય તો રાજયોને પણ આવક થશે. આનાથી એક ઓપરેટર દ્વારા વધુ પરમીટ મેળવી મોટી સંખ્યામાં બસો ઓપરેટ કરવાના સંજોગો પણ ઘટી જશે. સિલેકટ કમીટીએ કહ્યુ છે કે, જો રાજયોની આવકમાં વધારો થતો હોય તો અમે એક દેશ, એક પરમીટ, એક ટેકસ વ્યવસ્થાના વિચારને આવકારીએ છીએ.
મોટર વાહન સંશોધન બીલ પર બનેલી આ કમીટીએ એવુ સુચન પણ કર્યુ છે કે લાંબા અંતરની બસોની અંદર ટોયલેટ પણ હોવા જોઇએ. કમીટીએ ટ્રાફીક પોલીસ કર્મચારીઓ અને આરટીઓના કર્મચારીઓને શરીરમાં પહેરી શકાય તેવા કેમેરા લગાવવા પણ સુચન કર્યુ છે. આ સિવાય કમીટીએ લર્નીંગ લાયસન્સ ટેસ્ટને ઓનલાઇન કરવા પણ સુચન કર્યુ છે. જો એક શખ્સે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવીંગ સ્કુલમાંથી ટ્રેનીંગ-સર્ટીફિકેટ લીધુ હોય તો તેને ડ્રાઇવીંગ ટેસ્ટ માટે લાયસન્સ ઓથોરીટી પાસે થવાનુ રહેશે નહી.(૩-પ)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120696

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 26 December 2017

સાવધાન, ફેસબુક મેસેન્જરમાં ફેલાઇ રહ્યો છે માલવેર - સરકારી બાબુઓને ચેતવણી - સંપત્તિની વિગતો આપો નહીતો પ્રમોશન નહીં - મોંઘવારીમાં પીસાતો મધ્યમવર્ગઃ રાહતલક્ષી પગલાની જરૂર - ચૂંટણી પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવા ૩૦મીએ બોટાદમાં ચિંતન શિબિર યોજશે પાસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

સરકારી બાબુઓને ચેતવણી - સંપત્તિની વિગતો આપો નહીતો પ્રમોશન નહીં

કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ તેમની રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો 31 જાન્યુઆરી 2018 સુધી રજૂ કરવી પડશે

નવી દિલ્હી : સરકાર ટૂંક સમયમાં જ સરકારી બાબુઓના પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગનો માર્ગ મુશ્કેલ બનાવા જઈ રહી છે. સરકારે દેશના તમામ આઇએસ અધિકારીઓને આગામી મહિને પૂર્ણ સંપત્તિની વિગતો ફાઇલ કરવાની સૂચના આપી છે. જો અધિકારીઓ આ ન કરે તો, તેમણે આગામી દિવસોમાં પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ 31 જાન્યુઆરી, 2018 સુધીમાં તેમના રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો રજૂ કરવી પડશે.
મહેકમ અધિકારી પી.કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 4 એપ્રિલ, 2011 ના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા સૂચનો અનુસાર, અધિકારીઓને તેમની મિલકતની વિગતો 31 જાન્યુઆરી, 2018 સુધી આપવાનું રહેશે, અથવા તેમને વિજીલન્સ ક્લિયરન્સ મેળવવામાં મુશ્કેલી પડશે.
2011 ની આ સૂચનાઓ મુજબ, જે અધિકારી પોતાને સંબધિત વિગતો પૂરી નહી પાડે, તેમને વિજીલન્સ ક્લિયરન્સ નહી મળે અને ભવિષ્યમાં તેમના પ્રમોશન અને ભારત સરકારના વરિષ્ઠ સ્તરના પદ માટે નિમણૂક માટે તેમનું નામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
પોતાની વિગતો રજીસ્ટર કરાવવા માટે અધિકારીઓ પાસે ઓનલાઇન મોડ્યુલ્સની સુવિધા ઉપલબ્ધ છે. અહીં અધિકારીઓ તેમના આઇપીઆરની હાર્ડ કૉપિ અપલોડ કરી શકે છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-12-2017/120615

મોંઘવારીમાં પીસાતો મધ્યમવર્ગઃ રાહતલક્ષી પગલાની જરૂર

દેશની અડધી વસ્તી મધ્યમવર્ગનીઃ આવક નીચી અને સીમિત જ્યારે ખર્ચા વધતા જાય છે : મોદી સરકારે હવે જાગવું જરૂરીઃ રાહતલક્ષી પગલા લેવા જોઇએ

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતની ચૂંટણીના વિજય પછી દિલ્હીમાં પોતાનાં વકતવ્યમાં વડા પ્રધાને એક સૂચક વાત કરી કે હવે મધ્યમ વર્ગને રાહતો આપવાનો સમય આવી ગયો છે. જે મુદ્દો દેશના ૬૦-૬૫ કરોડ મધ્યમ વર્ગના માનવીઓનાં મનમાં હતો તેને વાચા આપીને વડા પ્રધાને રોગનું સાચું નિદાન કર્યું લાગે છે. જો આ ચિંતા વહેલી કરાઈ હોત તો ચૂંટણીનું પરિણામ અલગ જ હોત! હવે એ વાત સમજાઈ છે કે, વીસ ટકા વ્હાઇટ કોલર વર્કર્સ સિવાયના બધા જ એંસી ટકા મધ્યમ વર્ગનાં કુટુંબોની એક બાજુ આવક નીચી તથા સીમિત છે તો બીજી બાજુ મોંઘવારીના માર નીચે તેમનાં કુટુંબનો ખર્ચ બેસુમાર વધતો જાય છે અને આમ બંને બાજુથી પિસાતા દેશની અડધી વસતી જેટલા આ વર્ગનું હવે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.
૧૯૯૧માં વૈશ્વિકીકરણનો હેતુ એ હતો કે દેશમાં બધા નાગરિકો સુખી-સમૃદ્ઘ બને તથા દેશ ઝડપથી વિકસિત બને પણ આજે ૨૭ વર્ષ વીતી ગયાં પછી પણ આપણે લોકોમાં સુખ-સમૃદ્ઘિ લાવી શકયાં નથી. તે સમયે પણ ૧૯૯૧માં ૩ કરોડ લોકો ઇન્કમટેકસ ભરતાં હતાં અને આજે પણ હમણાં આંકડા પડયા તે પ્રમાણે એટલાં જ લોકો જ ઇન્કમટેકસ ભરે છે, હા, ફરક એટલો પડયો છે કે પૈસાદારો-ઉદ્યોગપતિઓનાં રિટર્ન મોટાં થયાં છે અને મધ્યમ વર્ગ ઠેરનો ઠેર છે. આ એક જ આંકડો દર્શાવે છે કે, દેશના મધ્યમ વર્ગ તથા સાથે સાથે ગરીબ વર્ગ માટે હવે જબરજસ્ત કાર્યક્રમો તેમની આવક વધે તે માટે જરૂરી છે.
ભલે દેશમાં ફુગાવાનો-મોંઘવારીનો આંક સાવ નીચો ઊતરી ગયેલો દેખાતો હોય પણ હકીકત તો એ જ છે કે, વેપારીઓ દ્વારા બેફામ ભાવો વધતા જ જાય છે તથા તેને સરકાર પણ રોકી શકતી નથી. કન્ઝયુમર ચીજો, ઘરગથ્થુ ચીજો, ખાવા-પીવાની ચીજો, જીવનજરૂરી ચીજો, સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, ગેસ, વીજળી, ટ્રાન્સપોર્ટની સગવડોએ સૌ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગઈ છે. કહેવું તો કોને કહેવું એ પ્રશ્ન છે! ૧૯૯૧માં સુધારા શરૂ કરાયા ત્યારે ૫૧ રૂપિયે મળતો રાંધણગેસનો બાટલો આજે પંદર ગણો મોંઘો રૂ. ૭૫૦એ મળે છે. એ જ રીતે પેટ્રોલ - ડીઝલ દસ ગણાં મોંઘાં થઈ ગયાં છે. વીજળીના ભાવોમાં ફયૂઅલચાર્જ, મીટરભાડું, સરકારી કર વગેરે વીજવપરાશ કરતાં વધુ છે. ઘણા ગરીબોએ તો આ સગવડો ભોગવી પણ નહીં હોય, જયારે પૈસાદારોને ભાવોની પડી નથી, પરંતુ વચ્ચેનો મધ્યમ વર્ગ આમાં પિસાઈ રહ્યો છે, ઉપરથી તે સમયે બચતો પર ૧૩-૧૪ ટકા વાર્ષિક વ્યાજ મળતું હતું તે હવે અડધું ઘટીને ૭-૮ ટકા થઈ ગયું છે અને ઉપરથી ટીડીએસ કપાઈ જાય છે. આમાં મધ્યમ વર્ગના સિનિયર સિટીઝનો, વિધવાઓ, પેન્શનરોની દશા બહુ ખરાબ થઈ ગઈ છે. ઘરો ભાંગવાનાં અને માતા-પિતાને વૃદ્ઘાશ્રમમાં મોકલવાનું આ પણ એક કારણ છે. આમ મધ્યમ વર્ગનાં લોકો ધીરેધીરે ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે. આપણા ખેડૂતો જે મધ્યમ વર્ગમાં ગણી શકાય તે બધા જ આજે ગરીબીરેખાની નીચે આવી ગયાં છે. કરોડો ખેતમજૂરોની પણ આ જ દશા છે, એટલે તેમના માટે મનરેગા જેવી રોજગારીની યોજનાઓ તથા શહેરોમાં બાંધકામનાં મજૂરો માટે અન્નપૂર્ણા જેવી રૂ. ૧૦માં ભોજનની યોજનાઓ ચલાવવી પડે છે. આ છે આજે મધ્યમ વર્ગની દશા!
મધ્યમ વર્ગને નડતા મુખ્ય પ્રશ્નો છે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને વીજળીના ઊંચા ભાવો તથા તેના પર લેવાતા કમરતોડ સરકારી ટેકસ, જે કોઈ નેતા ઘટાડવા માગતા નથી. ગુજરાતમાં નર્મદાનાં પાણીથી રેલમછેલ થવાને બદલે આજે રાજકોટ, જામનગર, અમદાવાદ જેવાં શહેરમાં પણ મધ્યમ વર્ગને પાણીના ધાંધિયા છે. ગામડાંની તો વાત જ કયાં કરવી. શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ તથા આરોગ્યમાં કોર્પોરેટ હોસ્પિટલોએ મધ્યમ વર્ગનો દાટ વાળ્યો છે. આ બંનેના કોમર્શિયલાઇઝેશનને રોકવા કોઈ સરકાર કેમ તૈયાર નથી તે જ સમજાતું નથી. પ્રોપર્ટીના ભાવો એટલા આસમાને ચડાવાયા છે કે ૫૦ -૬૦ ચો. વારનું નાનકડું એક બેડરૂમનું મકાન પણ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગયું છે, એટલે સરકારે હવે એફોર્ડેબલ હાઉસિંગની કેપિટલ સબસિડીવાળી યોજના લાવવી પડી છે. કોલેજોમાં લાખોની ફી તથા ડોનેશનો મધ્યમ વર્ગીય કુટુંબ કયાંથી આપી શકે? આ કેમ રોકાતું નથી?
મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઉપરોકત બધા વિષયો પર કેન્દ્ર અને રાજય સરકારોએ પગલાં લેવાં જોઈએ. નાનાં શહેરોના ચહેરા બદલી વધુ રહેવાલાયક બનાવવા જોઈએ. તે માટે તમામ નગરપાલિકાઓ તથા પંચાયતોને નાણાકીય રીતે સક્ષમ બનાવવી જોઈએ. ગુજરાતની નેવુ ટકા પંચાયતો ખોટમાં ચાલે છે. સરકારી ગ્રાન્ટ પર નભે છે. તે લોકોની કઈ સગવડો સંતોષકારક રીતે પૂરી પાડી શકશે? કેન્દ્રીય નાણાં પંચો જે ૧૯૬૨માં ગુજરાતની સ્થાપના સમયે તેનાં નાણાંમાંથી ગુજરાતને ૬ ટકા નાણાં ફાળવતું હતું તે આજે અડધા-માત્ર ત્રણ ટકા જ કેમ થઈ ગયા? રાજયની જિલ્લા આયોજન સમિતિઓને સક્રિય-સક્ષમ બનાવી લોકોની સગવડો ઝડપથી પૂરી પાડવી જોઈએ. રાજયનાં નાણાં પંચોને વધુ ગંભીરતાથી લેવાં પડશે. મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂરી કરવા તેમના પ્રશ્નો સમજવા પડશે. તેમની આવક અને ખર્ચની સમીક્ષા કરવી પડશે. જીવનજરૂરી ચીજોના ભાવો પર અંકુશ રાખવા પડશે. નાણાપ્રધાને બજેટની નાણાકીય ખાધ ઘટે તેની સાથે સાથે મધ્યમ વર્ગની ખરીદશકિત વધે તેની ચિંતા કરવી પડશે. તો આ બધું રાજનેતાઓ-બ્યૂરોક્રેટ્સ સમજશે તો મધ્યમ વર્ગને બચાવી શકાશે. જોઈએ વડા પ્રધાને દર્શાવેલી ચિંતા શું રંગ લાવે છે!
Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120533

ચૂંટણી પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવા ૩૦મીએ બોટાદમાં ચિંતન શિબિર યોજશે પાસ

હાર્દિક સહિતના આગેવાનો હાજર રહેશે : ૨૫૦૦ને અપાયા નિમંત્રણ

નવી દિલ્હી તા. ૨૬ : હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર સંગઠન 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' ૩૦ ડિસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિર કરશે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો એકઠા થશે.
આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી શકયતા છે, કારણકે પાસના અનેક આગેવાનો ચૂંટણીના પરિણામોને લઈને હાર્દિકથી નારાજ છે.
બોટાદના પાસ કન્વિનર દિલિપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ ૨૫૦૦ જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઈ રીતે થઈ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઈવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે. અમે માનીએ છીએ કે, ભાજપ ઈવીએમમાં ચેડાં કરીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ રાખશે તેમ દલિપ સાબવાએ કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈવીએમ સાથે કઈ રીતે ચેડા કરવા શકય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એકસપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહ્યું હતું કે, કોંગ્રેસ જનાક્રોશને મતમાં તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઈ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોક્કસ કરવામાં આવશે.
અમે ભાજપનો સાથ છોડી ચૂકયા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહ્યું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120542

સાવધાન, ફેસબુક મેસેન્જરમાં ફેલાઇ રહ્યો છે માલવેર

ફેસબુક મેસેન્જર યુઝ કરતા હોય તો સાવધાન : ફકત ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝના વર્ઝનને કરે છે પ્રભાવીત

નવી દિલ્હી તા.૨૬ : પહેલીવાર સાઉથ કોરિયામાં જોવા મળેલ એક માલવેર ફેસબુક મેસેન્જર દ્વારા ખૂજ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. 'ડિગ્માઇન' નામના આ માલવેર બાબતે ટોકયોની સાઇબર સિકયોરિટી એજન્સી ટ્રેડ માઇક્રોએ ચેતવણી જાહેર કરી છે. જે મુજબ સાઉથ કોરિયા બાદ આ માલવેર વિયેતનામ, અજરબૈજાન, યુક્રેન, ફિલીપીન્સ, થાઈલેન્ડ અને વેનેઝુએલામાં પગ પેસારો કરી ચૂકયો છે.
નિષ્ણાંતો મુજબ આ માલવેર ખૂબ ઝડપથી અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. જોકે હાલ આ માલવેર ફેસબુક મેસેન્જરના ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝર વર્ઝનને જ પ્રભાવિત કરી રહ્યો છે. ટ્રેંડ માઇક્રોએ પોતાના બ્લોગમાં લખ્યું કે આ માલવેરની ફાઇલને અન્ય બીજા કોઈ પ્લેટફોર્મ પર ખોલવામાં આવે તો તે બેઅસર રહે છે.
ડિગ્માઇનને ઓટોઇટ કોડમાં તૈયાર કરવામાં આવેલ એકિઝકયુટેબલ સ્ક્રિપ્ટ ફાઇલ છે. જે વીડિયો જેવી દેખાય છે તેમજ જો તમે ફેસબુક એકાઉન્ડ ઓટો લોગઇન પર મુકેલું હશે તો તમારા એકાઉન્ટમાંથી ડિગ્માઇન તમારા ફ્રેન્ડને આ ફાઇલ મેસેજ સ્વરુપે મોકલી દે છે. આ એક ફંકશનાલિટી કોડ છે જેને કમાન્ડ એનડ કંટ્રોલ સર્વરથી પુશ કરવામાં આવે છે જેનો મતલબ છે કે તેને અપડેટ પણ કરી શકાય છે.
આ માલવેર શકય તેટલી વધુવાર યુઝરના કોમ્પ્યુટરમાં રહેવાનો તમામ પ્રાયસ કરે છે અને વધુ નુકસાન પહોંચાડવાની કોશિષ કરે છે. આ માલવેરની મદદથી કોઈ તમારા કોમ્પ્યુટરના ઇન્સ્ટોલિંગ અને રજિસ્ટ્રેશન જેવા કમાન્ડ પર પણ કાબુ રાખી શકે છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120605

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 22 December 2017

રાજસ્થાન સરકાર ‘આ’ શરતે ગુર્જર અને અન્ય પાંચ જાતિને આપશે આરક્ષણ - ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે - ગુજરાતમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પર તવાઈ આવશે - અમદાવાદના રસ્તાઓ પર 100 ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે - Video: મધ્યપ્રદેશમાં વિદ્યાર્થી દ્વારા મસાજ કરવાતા શિક્ષકનો વીડિયો વાઈરલ - રાજકોટમાં અધધ...23000 મિલકતો તાળા મારેલી હાલતમાં પડી છે!!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

રાજસ્થાન સરકાર ‘આ’ શરતે ગુર્જર અને અન્ય પાંચ જાતિને આપશે આરક્ષણ

રાજસ્થાન સરકારે ગુર્જર સહિત પાંચ અન્ય જાતિને 50 ટકાની કાયદાકીય સીમા અંતર્ગત એક ટકો આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ ભાજપા સરકારે એક સર્કુલરના માધ્યમથી ગુરૂવારનાં રોજ મંત્રીમંડળની પરવાનગી લઇ આ અંગે નિર્ણય કર્યો છે. રાજસ્થાનનાં સંસદીય કાર્યમંત્રી રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, ગુર્જર સહિત પાંચ જાતિઓને અત્યંત પછાત વર્ગની શ્રેણી અંતર્ગત એક ટકાની આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યપાલની પરવાનગી બાદ આ સંબંધમાં એક સુચના જાહેર કરવામાં આવશે. રાજસ્થાન વિધાનસભાએ ગત વર્ષે ઓક્ટોબરમાં એક બિલ દ્વારા ગુર્જર સહિત અન્ય પાચ જાતિઓને અત્યંત પછાત વર્ગનાં લોકો સાથે આરક્ષણ આપવા માટે આરક્ષણ 21 ટકા વધારી 26 ટકા કરવામાં આવ્યું છે.
આ બિલથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામા આવતું આરક્ષણ વધારીને 54 ટકા પહોંચી ગયુ છે. પરંતુ હાઇકોર્ટે આ બિલ પર રોક લગાવી દીધી હતી, બાદમાં હાઇકોર્ટે પણ સરકારને 50 ટકાથી વધારે આરક્ષણ સીમાને પાર નહી કરવાના નિર્દેશ આપ્યા હતાં. વર્ષ 1994માં અનય અન્ય પછાત વર્ગની જાતિઓ સાથે ગુજર/ ગુર્જર-બંજારા/ બાલદિયા / લબાના, ગાડીયા-લુહાર/ગાડિયા, રાયકા/રેબારી અને રડરિયાને સામેલ કર્યા હતાં.
Source :-http://sandesh.com/rajasthan-government-has-decided-to-give-reservation-to-gurjar-and-other-five-castes/
ગુજરાતમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પર તવાઈ આવશે 
૧૫ જાન્યુઆરી સુધીમાં તમામ વાહન ચાલકોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા તાકીદ વડોદરા,તા.22.ડીસેમ્બર વાહનો એચએસઆરપી(હાઈ સિક્યુરિટિ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ)નહી લગાવનાર વાહન ચાલકો પર આગામી દિવસોમાં તવાઈ આવશે.સંખ્યાબંધ વાહન ચાલકો હાલમાં પણ જુની ઢબની નંબર પ્લેટ લગાવીને ફરે છે.તેમની સામે કાર્યવાહી કરાશે તેમ આરટીઓના સત્તાવાર સૂત્રોનુ કહેવુ છે.આરટીઓની તાકીદ બાદ આરટીઓ અને ડીલર્સને ત્યાં નંબર પ્લેટ લગાવવા વાહન ચાલકોનો ધસારો થાય તેવી શક્યતાઓ છે. સૂત્રોના કહેવા પ્રમાણે સુપ્રિમ કોર્ટે ગુજરાત સહિતના પાંચ રાજ્યોને નોટિસ ફટકારીને હાઈ સિક્યુરિટિ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડવાના આદેશનો કડક અમલ કરવા માટે તાકીદ કરી છે.નવેમ્બર ૨૦૧૨થી નવા વાહનોમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટનો અમલ કડક રીતે થાય છે પણ એ પહેલાના જ ુના તેમજ હાલના કેટલાક નવા વાહનો પણ આ પ્રકારની નંબર પ્લેટ વગર ફરે છે.તે કાયદા વિરુધ્ધ છે.જેથી પોલીસ તંત્રને આ બાબતે કડક પગલા લેવા જણાવાયુ છે. વાહન ચાલકો હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ ફીટ કરાવી શકે તે માટે વાહન ડીલર્સ અને આરટીઓ ખાતે વ્યવસ્થા ગોઠવી છે.આથી તમામ વાહન ચાલકોને ૧૫ જાન્યુઆરી,૨૦૧૮  સુધીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફીટ કરાવવી પડશે.હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગર ફરનારા વાહનોને  ૫૦૦ રૃપિયા સુધીનો દંડ પોલીસ ફટકારી શકે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/vehilcle-without-high-security-number-plate-will-be-fined
અમદાવાદના રસ્તાઓ પર 100 ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે 
200 કરોડના ખર્ચે બસો ખરીદવા કોર્પોરેશન તૈયાર... અમદાવાદ, તા.22.ડિસેમ્બર અમદાવાદ મ્યુનિ. તંત્રએ શહેરમાં હવાના વધતા પ્રદૂષણના સંદર્ભમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને અસરકારક બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે બીઆરટીએસ અને એએમટીએસમાં દોડાવવા માટે ૧૦૦ મોટી અને મિડિયમ સાઇઝની ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. લગભગ ૨૦૦ કરોડનો ખર્ચ આ બસોની ખરીદી પાછળ થશે. જેમાંથી કેન્દ્રની સબસીડી બાદ કરતા મ્યુનિ.એ ૮૬ કરોડ ખર્ચવાના રહેશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું. જનમિત્ર કાર્ડને લોકોમાંથી મળી રહેલો સહાનુકૂળ પ્રતિભાવ કમિશનરે ઇલેક્ટ્રિક બસો ઉપરાંત ઇ-ઓટોરીક્ષા ખરીદવાની વિચારણા હોવાનું પણ જણાવ્યું હતું ઉપરાંત બીઆરટીએસમાં બસો વધાર્યા સિવાય પણ આવક અને પેસેન્જરની સંખ્યામાં વધારો થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો. પહેલાં ૧.૧૪ લાખ પેસેન્જરો રોજ આવ-જા કરતા હતા તે વધીને ૧.૪૦ લાખ થયા છે. મ્યુનિ.એ મુકેલા જનમિત્ર કાર્ડને લોકોનો સહાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યાનો દાવો કરી તેમણે જણાવ્યું હતું કે, ૧૨ હજાર કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે. આ કાર્ડ બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રો સિવાય રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ પણ ક્રેડિટ કાર્ડની જેમ ઉપયોગ થઈ શકશે. તેમજ આગળ કયા રસ્તે કેટલો ટ્રાફિક છે, પાર્કિંગ ક્યાં મળી રહે તેમ છે વગેરે બાબતોની સાઇન બોર્ડ દ્વારા લોકોને માહિતી મળી રહેશે કે સીસીટીવી કેમેરાના કારણે સલામતી પણ વધશે. તેમણે જણાવ્યું હતું કે, રામાપીરના ટેકરાનો વિકાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે કરવાનો છે, જે બાબતે લોકલ એરિયા ડેવલપમેન્ટ પ્લાન મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાંના લોકોને વૈકલ્પિક રીતે આપવાના છે તે ફ્લેટના સેમ્પલ પણ તૈયાર થઈ રહ્યા છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/100-electric-bus-will-be-purchased
Video: મધ્યપ્રદેશમાં વિદ્યાર્થી દ્વારા મસાજ કરવાતા શિક્ષકનો વીડિયો વાઈરલ
 - મડિયાદોની પ્રાથમિક શાળામાં શિક્ષક કાયમ વિદ્યાર્થીઓ પાસે મસાજ કરાવડાવે છે - વીડિયો વાઈરલ થતા સમગ્ર ઘટના આવી સામે

મધ્યપ્રદેશ, તા. 22 ડિસેમ્બર 2017, શુક્રવાર મધ્યપ્રદેશમાં એક શિક્ષક વિદ્યાર્થી પાસે મસાજ કરવાતો કેમેરામાં કેદ થઈ ગયો છે. સરકારી શાળાઓનું નામ આમેય બદનામ છે ત્યારે મધ્યપ્રદેશના એક ગામની સરકારી શાળામાં વિદ્યાર્થી  પાસે શિક્ષક મસાજ કરાવતો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના મડિયાદોની પ્રાથમિક શાળામાં કલકુઆમાં હરિશંકર તિવારી નામના શિક્ષક દ્વારા બુધવારની બપોરે પાંચમાં ધોરણના વિદ્યાર્થી દ્વારા શાળાના જ એક વર્ગખંડમાં કમર અને વાંસો દબાવડાવ્યો હતો. જ્યારે આ અંગે શિક્ષકની પૂછપરછ કરવામાં આવી તો તેમનું કહેવુ હતુ કે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે તે માલીશ કરાવી રહ્યા હતા. જ્યારે શાળાના વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, હરિશંકર કાયમ તેમની પાસે તેના હાથપગ દબાવડાવે છે જો વિદ્યાર્થીઓ ના પાડે તો તેમને મારે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/madhya-pradesh-teacher-caught-on-camera-getting-a-back-massage-from-a-student-in-a-govt-sch
રાજકોટમાં અધધ...23000 મિલકતો તાળા મારેલી હાલતમાં પડી છે!! 
કાળા-ધોળા નાણાંનું મોટા શહેરોમાં જમીન-મકાનમાં રોકાણનો બોલતો પૂરાવો રાજકોટ,તા.22.ડીસેમ્બર રાજકોટમાં, ખાસ કરીને રહેણાંક ઝોન બનેલા વેસ્ટઝોનમાં એક તરફ આમ નાગરિકોને ઘરનું ઘર આપવામાં મનપા સરકારની ઘોર ઉદાસીનતા રહી છે ત્યારે બીજી તરફ આજે ખુદ મનપા સૂત્રોએ જણાવ્યા મૂજબ ૨૩ હજાર મિલ્કતો જેમાં મુખ્યત્વે રહેણાંક મકાનો, ફ્લેટ્સ છે તે એવા મળ્યા છે જે રહેવા માટે નહીં પણ માત્ર નાણાં એકના અનેકગણા કરવા રોકાણ કરવા માટે રાખી મુકાયા છે. મનપા દ્વારા કાર્પેટ એરિયા મૂજબ તમામ મિલ્કતોની આકારણી કરાવાતા ૪.૪૮ લાખ મિલ્કતો નોંધાઈ છે અને ૬૫ હજાર મિલ્કતો પહેલીવાર ચોપડે ચડી છે. આ માપણી દરમિયાન ૨૩ હજાર મિલ્કતો એવી મળી છે કે જ્યાં સતત તાળા લટકતા રહ્યા છે અને ત્યાં કોઈ રહેતું નહીં હોવાનું જણાવાયું હતું. બીનનિવાસી ભારતીયો કે ગુજરાતીઓ ઉપરાંત ઝડપથી કરોડોપતિ થયેલાઓ પણ આવી મિલ્કતો ખરીદીને રાખી દેતા હોય છે. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું કે શહેરમાં પ્લાન પાસ હોય કે પ્લાન વગરની હોય પણ દરેક મિલ્કતો પર હાઉસટેક્સ વસુલવાને પાત્ર હોઈ આવી તમામ મિલ્કતોની અમે આજુબાજુના મકાનો પરથી અને અન્ય માપદંડોથી માપણી કરીને ટેક્સબ્રાન્ચના ચોપડે ચડાવી છે જે દરેકને અન્ય મિલ્કતોની જેમ બિલ મોકલાશે. શહેરમાં મોટાભાગના ભાજપના અને કોંગ્રેસના નેતાઓ, મનપાના અધિકારીઓ બિલ્ડરો સહિતના માલેતુજારો ધીકતા ધંધા વગર જ અનેક મિલ્કતો અને જમીનો એકના ડબલ નહીં પણ અનેકગણા કરવા લઈ લે છે. માથાભારે શખ્સો વ્યાજખોરીમાં ફસાવીને આમ નાગરિકની મિલ્કત પચાવી અન્ય નામે કબજો જમાવી દે છે. તો બેનંબરી કે ભ્રષ્ટાચારથી આવેલા નાણાં પાંચસો-હજાર કે હવે બે હજારની નોટના થપ્પા કરીને ઘરમાં નથી રખાતા પણ મોટાભાગે આવી મિલ્કતોમાં રોકાય છે. અનેક ધંધાર્થીઓ,વ્યવસાયીઓ આવી મિલ્કતોમાં નાણાં રોકીને પછી તેને ભાડે આપી દે છે, યુનિ.રોડ,કાલાવાડ રોડ પર આવા ઘરો ગર્લ્સ કે બોયઝ હોસ્ટેલ કે દુકાનો શરુ થાય છે તો વિદ્યાનગર મેઈનરોડ જેવા સ્થળે સાંકડો રોડ, પાર્કિંગની જગ્યા ન હોય અને બહારથી ડુપ્લેક્સ મકાન દેખાય ત્યાં હોસ્પિટલ શરુ થઈ જાય છે. આ બધ્ધુ મનપાની મીઠીનજર હેઠળ ચાલતું રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮-૧૧-૧૬ના નોટબંધી જાહેર કર્યા પછી ગોવામાં લાગણીશીલ અને ચોટદાર ભાષણ કરીને બેનંબરી મિલ્કતો પર પ્રહાર કર્યા હતા અને આ અંગે તેઓ નોટબંધીથી અટકવાના નથી, અન્ય કડક પગલા લેવાશે તેવા સંકેત પણ આપ્યા હતા પણ આવા પગલા હજુ સુધી લેવાયા નથી. આ મિલ્કતોમાં કોણે કેટલી મિલ્કત બાકાયદા પોતાના નામે ચડાવી છે અને તે પોતાની છે તેવું જાહેર કર્યું છે અને કોણે બીજાના નામે રાખી છે તે પણ સવાલ છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/madhya-pradesh-teacher-caught-on-camera-getting-a-back-massage-from-a-student-in-a-govt-sch
૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે
 વિધાનસભાની ચૂંટણીના પરિણામો કહી રહ્યા છે કે આગામી દિવસો ભાજપ માટે કપરા હશે અમદાવાદ,તા.22.ડીસેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જીત મળી હોય પણ ભાજપ માટે હરાખવવા જેવુ નથી કેમ કે, શહેરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો વધ્યો છે. આ કારણોસર આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતતા ભાજપને આંખે અંધારા આવી શકે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦ બેઠકો પર સીધો ફાયદો થશે. સાત જિલ્લામાં ભાજપનો સંપૂર્ણ સફાયો, કોંગ્રેસની પક્કડ મજબૂત થઇ,જયા હાર્યાં ત્યાં મતોની લીડ વધી વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ,તાપી,નર્મદા,અમરેલી,અરવલ્લી,ગીર સોમનાથ,મોરબીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. નામપૂરતી એકેય ૂબેઠક મળી શકી નથી. આ ઉપરાંત કોંગ્રેસે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, જામનગરમાં સારો દેખાવ કર્યો છે. અત્યારે લોકસભામાં ભાજપ પાસે ૨૬ બેઠકો છે. સુરેન્દ્રનગરમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨ લાખ મતોથી હારી હતી. આ વખતે આ વિસ્તારમાં કોંગ્રેસને ૪૪ હજારની લીડ મળી છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસને ૨ લાખ મતોથી હારનો સામનો કરવો પડયો તે જ વિસ્તારમાં ૨૬ હજારની લીડ મળી છે. ભરૃચમાં ૧.૫૦ લાખથી હારનાર કોંગ્રેસને વિધાનસભામાં ૧ હજાર મતની લીડ પ્રાપ્ત થઇ છે. જૂનાગઢમાં તો કોંગ્રેસ ૧.૩૫ લાખ મતથી હારી હતી તે વિસ્તારમાં આજે કોંગ્રેસને ૧.૧૪ લાખ મતોની લીડ મળી શકી છે. અમરેલીમાં ય કોંગ્રેસને ૫૦ હજારની સરસાઇ મળી છે.આણંદમાં ગત વખતે ૬૩ હજારથી હાર થઇ આજે ૬૦ હજારની લીડ મળી છે. વિધાનસભાની બેઠકોનો અંદાજ જોતાં કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં દસેક બેઠકો પર સીધો ફાયદો પહોંચી શકે છે. ભાજપના દિગ્ગજોને ચિંતા પેઠી છેકે, શહેરોને તો સાચવી શકાયાં છે પણ ગામડાઓમાં હજુય કમળ ખીલી શક્યુ નથી જે લોકસભાની ચૂંટણીમાં જોખમ સર્જી શકે છે. ચૂંટણી પરિણામ પરથી રાજકીય સબક મેળવી ભાજપે ખાસ કરીને ગામડાઓમાં એકડો ફરીથી ઘૂંટવો પડશે. રાજ્યસભાની ચાર બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે તે જોતાં તેમાં ય કોંગ્રેસ ભાગ પડાવી શકે છે. આમ,વિધાનસભાનુ પરિણામ ભાજપ માટે આંચકો આપનારૃ બની રહ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-will-gain-in-loksabha

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)